દરેકને અવશ્ય વાંચવા જેવો ભવેન ભાઇ કચ્છી નો આ લેખ : ( યે જવાની હૈ દિવાની એક માણવા જેવી ફિલ્મ )

પેરેન્ટિંગ ઃ સફળ મમ્મી-પપ્પા બનવાની પાઠશાળા હોય?

‘‘Tell Me and I forget, teach Me and I may remember, involve me and I learn” – બેન્જામીન ફ્રેન્કલીન
– સોક્રેટિસના જમાનામાં પણ વડીલો જાણતા હતા કે નવી પેઢી જોડે કેમ રહેવાય
– તમને થશે કે ‘યે જવાની યે દિવાની’ ફિલ્મને અને પેરેન્ટિંગને શું લાગુ પડે?

પ્રસિધ્ધ દાર્શનિક સોક્રેટિસ ફરતા ફરતા એક શહેરમાં પહોંચ્યાં ત્યાં એક વૃધ્ધ વ્યક્તિની મુલાકાત થઇ.
સોક્રેટિસે પેલા વૃધ્ધને પૂછ્યું ઃ ”આપનું જીવન ખૂબ આનંદથી વીત્યું છે, પરંતુ હાલમાં આપને કોઇ મુશ્કેલી પડે છે ખરી?”
પેલા વૃધ્ધ સોક્રેટિસ તરફ જોઇને હસ્યા ઃ ”મારા પરિવારની જવાબદારી પુત્રોને સોંપી દીધી પછી નચિંત છું. તેઓ જે કહે છે એ કરું છું. જે ખાવા આપે છે એ ખાઇ લઉં છું. અને પૌત્ર-પૌત્રીઓ સાથે હસું-રમું છું. સંતાનો કંઇ ભૂલ કરે ત્યારે મૌન રહું છું. એમના કામકાજમાં જરાય દખલ દેતો નથી. પરંતુ જ્યારે કોઇ સલાહ લેવા આવે ત્યારે મારા જીવનના અનુભવો એની સમક્ષ રજૂ કરું છું અને કરેલી ભૂલોના દુષ્પરિણામો તરફ સાવચેત કરી દઉં છું. તેઓ મારી સલાહ મુજબ વર્તે છે કે અમલ કરે છે કે નહીં એ જોવાનું કામ મારું નહીં. તેઓ મારા માર્ગદર્શન મુજબ ચાલે એવો આગ્રહ નથી. સલાહ આપ્યા બાદ પણ તેઓ ભૂલ કરે તો હું ચિંતા કરતો નથી. તેમ છતાંય તેઓ ફરીથી મારી પાસે આવે તો એમના માટે મારાં દ્વાર હંમેશા ખુલ્લા જ છે. હું ફરી વાર એને સલાહ આપીને વિદાય કરું છું.”
બોક્સ ઓફિસ પર સુપરહિટ નીવડેલી ”યે જવાની યે દિવાની” ફિલ્મ આઉટ એન્ડ આઉટ યંગ ઈમોશન્સ, ડ્રીમ્સ અને રીલેશનશીપની રંગ પિચકારી છે. પણ, તેમાં નાયક કબીર થાપર ઉર્ફે બન્ની (રણબીર કપૂર) અને તેના મમ્મી-પપ્પા (તન્વી આઝમી અને ફારૃક શેખ) જોડેના સંબંધો – સંવાદો છે તે જોઇને પેલા વૃધ્ધનો સોક્રેટિસ જોડેને ઉપરોક્ત સંવાદ યાદ આવી ગયો.
મમ્મી-પપ્પાનો કોઇ અંગત શિસ્ત કે સંસ્કારના નામે આગ્રહ નહીં. સંતાનને તેઓ હૃદયથી જાણતા હોય છે. સંતાનની જીવન પધ્ધતિ કે ધ્યેય જોડે તેઓ કદાચ અંગત રીતે સંમત નથી. પણ તેઓ વિચારો ઠોકી પણ નથી બેસાડતા. તેમની આવક પણ સામાન્ય હોય છે છતાં દુનિયામાં મસ્તીથી વિહરવા માંગતા પુત્રને ટ્રેકિંગ માટે બેગની સરપ્રાઇઝ આપે છે. એક તબક્કે તેની વિદેશની ટિકિટ માટે રૃપિયા પણ આપે છે. પપ્પા પુત્ર રાત્રે મોડો આવે છે ને જાગતા રહે છે. પપ્પા-મમ્મી તેમના પુત્રને માટે ”રખડુ, નાલાયક, બેકાર કે અમારી આબરૃ કાઢીશ” તેવો હરફ સુધ્ધા નથી બોલતા. હા, જે કહેવાનું છે તે એક-બે વાક્યમાં પુત્રના સન્માનને ઠેસ ના પહોંચે તે રીતે કહે છે.
આ એવા પપ્પા છે જે માને છે કે સંતાનને જ્યારે જીવનમાં હતાશા અને ખાલીપાનો એહસાસ થાય ત્યારે તે ઘેર પરત આવવાની હિંમત કરી શકે. તેમના મમ્મી-પપ્પાના ખોળામાં કોઇપણ જાતના દોષની લાગણી વગર માથું ઢાળી શકે. ફરી તેના સપનાના આકાશને આંબવા નીકળી પડે અને સંજોગોની દિવાલ જોડે અફળાય તે સાથે જ ઘરભેગો થઇ જાય.
મમ્મી-પપ્પા બે-ત્રણ દ્રશ્યના નાના રોલમાં આજના સંતાનોની માનસિકતા સમજીને વ્યવહારૃ છતાં પણ નક્કર સંબંધો કંઇ રીતે જળવાઇ રહે તેવો મેસેજ આવી જાય છે. પુત્રને દુનિયાના શહેરો જોવા છે. તો તે માટે કેમેરામેન-પત્રકાર બને છે. મમ્મી-પપ્પા તેને ડોકટર, એન્જીનિયર કે કહેવાતા પ્રતિષ્ઠિત અભ્યાસક્રમમાં પ્રવેશ લેવાના મહેણાં નથી લગાવતા. પુત્ર પણ મનગમતી લાઇન હોઇ તેમાં સ્કોલરશીપ લઇ આવે છે. સારા-નરસા અનુભવોમાંથી મનોમન બોધ-શીખ મળી જ જતી હોય છે.
તો તેની સામે ફિલ્મમાં દિપિકાની મમ્મીને સતત નકારાત્મકતા, વાતવાતમાં આજની પેઢીને ઉતારી પાડતી અને કઠોર બતાવાઇ છે. દિપિકા છે તો મેડિકલની વિદ્યાર્થીની પણ તે તનાવગ્રસ્ત, ડીપ્રેસ્ડ અને લઘુતાગ્રંથિથી પીડાતી હોય છે. તેની ખુશી, પ્રસન્નતા, અન્ય આવડતો કે સ્મિત સુધ્ધા આવા ઉછેરને લીધે ખૂબ જ ઊંડે ભગ્ન હૃદયમાં ધરબાઇ ગયું છે. મુક્ત અભિવ્યક્તિનો એહસાસ તેને નાયક કબીરના પરિચયમાં આવ્યા પછી થાય છે.
બધા જ સંતાનોએ પણ એ જ સમજવાનું છે કે મમ્મી-પપ્પા આખરે તો પ્રેમ-સન્માનના ભુખ્યા છે. ફિલ્મમાં નાયક કબીર (રણબીર) પપ્પાને માત્ર એટલું જ કહે છે કે ”છતાં પણ તમે હું જેમ કરું છું તેમ કરવાની ના કહેશો તો તમારૃ માનીશ.” બસ, પુત્રના આટલા સૌજન્યમાં તો પપ્પા ધન્ય થઇ જાય છે. પપ્પા કહે છે કે ”બસ, મારે આટલું જ જોઇતું હતું. (તું બીજાની ખુશી માટે તારી ખુશી ખુશીથી જતી કરી શકે છે.)”
ફિલ્મનો નાયક પોતે પાર્ટીઓમાં, વિદેશની સફર દરમ્યાન ભરપુર જુદા જુદા પ્રકારના દારૃ પીતા જીંદગીને માણે છે. પોતે હોય છે ખૂબ જ સંસ્કારી અને મધ્યમ વર્ગનું સંતાન. તેને ઘરમાં તો દારૃની જગાએ ગુલાબનું સરબત જ મળતું હોય છે. તે દવાની જેમ ગ્લાસને અધુરો છોડી દઇને તેની જીવનશૈલી તો બહાર કેવી રંગીન છે તેની મમ્મી-પપ્પાને પ્રતિતિ કરાવતો રહે છે. પણ વર્ષો વીતતા તેને પ્રેમ, સંબંધ, હૂંફ, વાત્સલ્યનું ભાન થાય છે. આવા ખાલીપા વચ્ચે તેને મમ્મી સરબત આપે છે ત્યારે તેને તેમાં જે મનની તૃપ્તિ અને હળવાશ અનુભવાય છે તે કોઇ શરાબમાં નથી હોતી. જોકે તે સમયે પણ તે હળવી શૈલીનો મિજાજ બતાવતા કહે છે કે ”હજુ સરબત એ જ જુનો સ્વાદ ધરાવે છે.” પણ તેની આંખો અને ચહેરામાં તેણે આટલા વર્ષો મમ્મીનો જે પ્રેમ ના સમજી શક્યો કે માણ્યો તેનો અફસોસ ડોકાય છે.
પોતાના અંગત સ્વપ્નની ઉંડાણમાં જ સ્વકેન્દ્રી અને બહારથી બધાને મનમોજી, મસ્ત, આનંદી, ફ્લર્ટ (ચાલુ કિસ્મનો), બધાના જીવનમાં ખુશી લાવતો નાયક અંદરથી એકાંકી, ગમગીન અને પ્રેમની તલાશમાં હોય છે.
દિપિકા તેને પામવા ઈચ્છે છે. પ્રેમ કરે છે. પણ તેને એમ છે કે જ્યાં સુધી બન્ની (રણબીર) પોતે એવા એહસાસ સાથે આલિંગન કરે ત્યારે જ એકરારને પૂર્ણતા બક્ષવી.
બન્નીને પણ વિશ્વભરના દેશો, તેની છોકરીઓ, ખાણી-પીણી છતાં કંઇક ખૂટે છે તેવું લાગે છે.
સુખ પામવા માટે તમારે તેમાં સામેલ થવું પડે. તમે એકલા તમારી જ સ્વકેન્દ્રી અને સ્વપ્ન સિદ્ધીની દુનિયામાં ડુબેલા રહો તો સુખ, હૂંફ, પ્રેમની અનુભૂતિ પ્રાપ્ત ના થાય.
અત્યારનું યુથ અને યંગિસ્તાનનું માનસ એટલે બેજવાબદાર, સ્વચ્છંદી, કામચોર, બેકાર, બાપાના પૈસે લહેર કે માત્ર પાર્ટી, સેક્સ, ઉડાઉ તેવું માનીને વડીલો બધાને એક જ લાકડીએ હાંકે છે. એક નજરે મૂલવે છે. પણ, હવે જુના ત્રાજવાના કેટલાક માપદંડો અને દ્રષ્ટિ બદલવાની જરૃર છે. દિપિકાની કઠોર મમ્મી એમ જ માને છે કે ”બહુ મજા કરવા નીકળીશ તો પ્રેગનેન્ટ બની જઇશ.” પુત્રી ડોકટરનો અભ્યાસ કરે છે તે પુત્રીને મન તે સહેજ પણ વિશેષ નથી, પણ મમ્મી વાતવાતમાં બડાશ મારે છે કે મારી પુત્રી ડોકટરનું ભણે છે. જાણે આના માટે જ તેની પુત્રીને ડોકટર બનાવી હોય છે. પુત્રીની જીંદગી, અરમાનો કે ખ્વાબની કોઇ કિંમત જ નહીં. કદાચ, યંગસ્ટર્સ તેમના વડીલોને એવું કહેવા માંગે છે કે કોઇ પીકનીક કે પાર્ટીમાં જઇએ અને ડ્રીંક લઇએ તો તેના પરથી અમારા ચારિત્ર્ય પર ચોકડી ના લગાવી દેતા. અમારા તે માટેના માપદંડો જુદા છે. અમે ઓછી-વધતી કમાણી સાથે મનગમતી કારકિર્દીમાં જઇએ. અમે ગર્લફ્રેન્ડ રાખીએ એટલે ચાલુ – લંપટ ના માની લેતા. અમને જીવવા દો, સંબંધો, અનુભવોને અજમાવવા દો, ભૂલ સુધારવા દો. હૃદયથી કેવા છીએ તે જ જુઓ.
એક જમાનો હતો કે જેમાં વડીલોની હાજરીમાં સીસોટી વગાડવી તો દૂર બેસી પણ નહોતું શકાતું. સંતાનો મંતવ્ય જ નહોતા આપી શકતા. ઘરમાં સતત જોહૂકમી, લશ્કરી અને તેના કરતાં પણ આગળ સરમુખત્યાર જેવી શિસ્ત રહેતી. સંતાનો તો ઠીક ઘરની મહિલાઓ પર પણ તમામ પાબંદી રહેતી. ઘરના વડીલ પિતાની હાજરીમાં તેનો પરિણીત પુત્ર તેના સંતાનને મુક્તતાથી તેડીને રમાડી નહોતો શકતો. સારૃ શું છે કે ખરાબ શું તેવા વિવાદમાં પડવું નથી. પણ, આજે જમાનો બદલાયો છે. નવી પેઢીને તેમની ‘સ્પેસ’ જોઇએ છે. હા, સંતાન ગુનાઇત પ્રવૃત્તિ કરતું હોય, તેવી જ સંગતમાં હોય તો ચિંતા જરૃર થાય જ. પણ, બાકી તેઓને મુક્ત આકાશની ઉડાણ આપો. પડે તો પડવા દો, ફરી ઉડવા દો. થપડાટ ખાય, ભેગા થાય – છૂટા થાય.. ધેર ચોઇઝ. તમારા કહેવાથી કે માનવાથી આમ પણ હવેની દુનિયા ચાલવાની નથી, કોઇ સાચું-ખોટું, સારું-ખરાબ નથી હોતું, સમય જ મહાન હોય છે. નવા ચશ્મા પહેરી લો. કોઇને ‘જજ’ ના કરો.
કોઇને તમારા માન્યતા પ્રમાણે જીવાડવાનો તમારો અધિકાર નથી, તે જ નવા જમાનાની પુકાર છે. વાલીઓનું કામ શુભ નિષ્ઠા, ખેલદિલી અને અહમ્ વગરની અવિરત સહાનુભૂતિ અને હૂંફ જ હોઇ શકે.
હવે ફરી લેખના પ્રારંભનો સોક્રેટિસનો પ્રસંગ વાંચી જાવ. સદીઓ પહેલાં વૃધ્ધ જે પામી ગયા હતા તેવી દ્રષ્ટિ સાથે વાલીઓએ આજે જીવવાનું છે.
“સતત દેશ-વિદેશના સ્થળો અને તમામ પ્રકારની મોજમસ્તી કરતો રણબીર દિપિકાને કહે છે કે ”તું, બહારની દુનિયા જોડે રહીને તો જો, કેટલી મજા આવશે.” દિપિકા વળતી એટલી જ પ્રતિક્રિયા આપે છે કે ”તું ‘અપનો’ કે સાથ તો જી કે દેખ, મજા આયેગી.”

Advertisements
Posted in Uncategorized | Leave a comment

UID is the basis for new PF Account.

Image

 

Now UID Card will necessary for opening new PF Account.

Employees Provident Fund Organisation (EPFO) to improve the service now have to add UID PF account.

Ref.: http://www.jagran.com/news/business-aadhaar-now-must-for-new-pf-account-10068819.html

Posted in Uncategorized | Leave a comment

Be Yourself And Discover…!!!

Now pause for a moment and try and recollect those moments of bliss that you experienced. Was it the time you received a praise for having done a good deed or was it the time you learned to balance a bicycle without falling off or was it the time you found a valuable that was lost or was it the time you scored the highest ever marks in your career or was it all of the above? Notice that in each of these moments of happiness, you were central to the moment. The thrill was in experiencing and cherishing the moments that belonged to you and you alone. There was no benchmark to measure it with, no competition that prodded you on, no ego that had to be satisfied; it was simply a personal wow moment.

The challenge is then to make the best of every moment that is yours. Worrying is perhaps the biggest thief of those moments. Instead the focus must be on getting on with what has to be done.

The occasional failures must be seen as an opportunity to learn and better yourself.

Happiness is not just what comes from getting something or achieving something. The nectar of happiness is sweetest when we give. A smile is the simplest thing that we can freely give and receive manifold in return. A smile is an outer expression of an inner radiance. A word of praise or comfort, the warmth of a hug, an apology for a mistake, pardon to another for an indiscretion and thanks to anyone who deserves it are triggers of happiness. Similarly exercising control over our negative emotions be it anger, envy, jealousy, pride etc. help us realize our inner strength and translates into happiness in realizing the power of our own self control.

Happiness comes from knowing that by your thoughts and deeds YOU have left the world a better place.

Try this:

  1. List out the names of 5 individuals who you dislike immensely. Now try and outline 3 positive qualities that each of these individuals posses. Do you experience a lessening of your dislike because you have got a more objective understanding of these individuals? Now outline the one quality in the person that irritates you the most. Can you see this irritant as a minor one and ignore it? Do you feel happier for having excused the person for his/ her irritating ways?
  2. Make a list of 5 for each of the following
  • Your favorite jokes
  • Your favorite pictures
  • Your favorite songs
  • Your favorite movies
  • Your favorite teachers
  • Your favorite moments in life

How did you feel after having made the list? Did it bring back some fond memories??

Image

Posted in Uncategorized | Leave a comment

“I cannot belie…

“I cannot believe that the purpose of life is to be happy. I think the purpose of life is to be useful, to be responsible, and to be compassionate. It is, above all to matter, to count, to stand for something, to have made some difference that you lived at all…!!!”

 

Quote | Posted on by | Leave a comment